Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોમાં ભીડનો લાભ ઉઠાવી અજાણ્યો ગઠિયો મહિલાના પર્સમાંથી 61 હજાર ચોરી રફૂચક્કર....

વડોદરા: વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે બસમાં ચઢતી વખતે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યો ગઠિયો જીએસઆરટીસી મિકેનિકની પત્નીના લેડીઝ પર્સમાંથી રૂ. 61 હજારની કિંમતના સોના ચાંદીનાના ઘરેણા ભરેલ નાનું પર્સ ચોરી ફરાર થઈ જતા ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે વધુ તપાસ ધરી છે. 

બનાવ અંગેની વિગત એવી છે કે, મૂળ પાટણના રહેવાસી અને હાલ ડભોઇની સિનોર ચોકડી નજીક રહેતા આકાશભાઈ પરમાર ડભોઇ જીએસઆરટીસી વર્કશોપમાં મેકેનિક તરીકે નોકરી કરે છે. 29 નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે અમદાવાદથી પરત ડભોઇ માટે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો આવી પહોંચ્યા હતા. જ્યાં પ્લેટફોર્મ નંબર 18 અને 19 ઉપર બસમાં સમયે ચઢતા સમયે અજાણ્યો ગઠિયો ભીડનો લાભ ઉઠાવી તેમની પત્નીએ ખભે લટકાવેલ લેડીઝ પર્સની ચેઇન ખોલી તેમાથી રૂ. 61 હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણાનું નાનું પર્સ ચોરી કરી ફરાર થયાનું બહાર આવ્યું હતું.

(7:37 pm IST)