Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં મારામારીના ગુનાહમાં એક આરોપીની પાસા હેઠળ ધરપકડ

વડોદરા: નાગરવાડા રામજી મંદિર પાસે સાઈબાબાની ગલી મારે તો માનવ દીપકભાઈ સોલંકી તથા તેના મિત્રો રોનક હસમુખભાઈ સોલંકી આરતી અંબાલાલ સોલંકી ગત આઠમી સપ્ટેમ્બરે રાત્રે 12:15 એ બરાનપુરા ખાતે આવેલ ભૂત વાલા ગણપતિ જોવા માટે ગયા હતા દર્શન કરવા માટે ખૂબ જ ભીડ હોવાથી ત્રણેય મિત્રો લાઈનમાં ઊભા હતા તે દરમિયાન ધક્કા મૂકીને કારણે રોનક સોલંકી ને એક શખ સાથે બોલા ચાલી ઝઘડો થયો હતો આ શખ્સ તથા તેના બે મિત્રોએ માનવો અને રોનક પર હુમલો કરી માર માર્યો હતો તેમ જ ચપ્પુ વડે પીઠના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા હતા દરમિયાન ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા એ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતોવાડી પોલીસે આ ગુનામાં આરોપી આદિત્ય ઉર્ફે આદિ કમલેશભાઈ ચુનારા રહેવાસી બરાનપુરાને ઝડપી પાડ્યો હતો આરોપી સામે અગાઉ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના બે ગુનાઓ દાખલ થયા હતા. વાડી પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે.

(7:28 pm IST)