Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મતદાન જાગૃતિના ઉદ્દેશ સાથે મેયર હિમાલીબેન બોઘાવાલા સાયકલ પર મત આપવા પહોંચ્યા:હર્ષ સંઘવીએ મતદાન બાદ વડીલોના આશીર્વાદ લીધા

ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે તેમજ તેમના સભ્યોને વ્હીલચેર પર મતદાન કરવા માટે લઈને આવ્યા હતા.

સુરત : ગુજરાતમાં સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી, ઉમેદવારો અને પક્ષના કાર્યકરો તેમજ નેતાઓ અલગ અલગ અંદાજમાં મત આપવા નીકળી રહ્યા છે. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે તેમજ તેમના સભ્યોને વ્હીલચેર પર મતદાન કરવા માટે લઈને આવ્યા હતા. તો બીજી તરફ સુરેત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સાયકલ પર સવાર થઈને મત આપવા નીકળ્યા હતા

આ છે સૌની જવાબદારી વોટ આપે સૌ નર- નારી"આ બેનર અને મતદાન જાગૃતિના ઉદ્દેશ સાથે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હિમાલીબેન બોઘાવાલા સાયકલ પર પોતાના ઘરેથી નીકળી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે અડાજણ સ્થિત પોલિંગ બૂથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌ નાગરિકોને મત આપવા પહેલ કરી હતી.

 

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા. હર્ષે સંઘવીએ મતદાન મથક પર વડીલોના આશીર્વાદ લીધા હતા. અને મતદાન કરનાર વડીલો સાથે વાતચીત કરી.હર્ષ સંઘવી તેમના પરિવારના સભ્યોને વ્હીલચેર પર મતદાન કરવા માટે લઈને આવ્યા હતા

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે તેમના પત્ની અંજની ઓક સાથે અઠવાલાઈન સ્થિત મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાળા નંબર 05માં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, મતદાન આપવો એ આપણો અધિકાર છે, તેથી તમામ લોકોને મતદાન કરીને પોતાની ફરજ બજાવવા અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ મતદાન કરી લોકો ને લોકશાહીના પર્વમાં આગળ આવવા અપીલ કરી હતી. સી આર પાટીલ વહેલી સવારે તેમના પત્ની , પુત્ર અને પુત્રવધુ સહિત અન્ય આગેવાનો સાથે ભટાર સ્થિત શિશુવિહાર સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

(10:42 pm IST)