Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આ વખતે પરિવર્તન આવશે,લોકો ખૂબ પરેશાન:ભરૂચ વિધાનસભાની 5 બેઠકો પર કોંગ્રેસ સારો દેખાવ કરશે

અંકલેશ્વરના પીરામણ ગામથી સ્વ. અહેમદ પટેલની દીકરીએ મતદાન કર્યું ; પિતાની ગેરહાજરીમાં આ વખતે કમાન તેમની પુત્રી મુમતાઝ પટેલે સંભાળી

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી પહેલી વખત ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહી છે. પિતાની ગેરહાજરીમાં આ વખતે કમાન તેમની પુત્રી મુમતાઝ પટેલે સંભાળી હતી.

ચૂંટણી પ્રચારમાં તેઓએ જાતે ઉતરી ભરૂચ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. તેઓ પ્રચારમાં ઉતરતા જ તેમને હવે ગુજરાતની દીકરીનું ઉપનામ પણ મળી ગયું છે

જે પ્રથમ ચરણના મતદાનમાં અંકલેશ્વર પીરામણ ગામ માદરે વતનથી મુમતાઝ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની પેહલી ચૂંટણી પિતા મરહુમ અહેમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહી છે. ત્યારે તેમની ખોત વર્તાય રહી છે. જોકે તેમના આશીર્વાદ અમારી સાથે જ છે.

આ વખતે પરિવર્તન આવવાનું જ છે. લોકો ખૂબ જ પરેશાન છે અને બદલાવ આવશે. ભરૂચ જિલ્લામાં પણ નેક ટુ નેક ફાઈટ, ટક્કર જોવા મળી રહી છે. ભરૂચ વિધાનસભાની 5 બેઠકો ઉપર કોંગ્રેસ સારો દેખાવ કરશે. પરિણામ તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે. તેઓએ સવિધાન અને લોકતંત્રમાં આપણને સૌથી મોટો અધિકાર મત આપવાનો મળ્યો હોય ત્યારે લોકો ઘરમાં ન બેસી વધુ ને વધુ મતદાન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો.

(10:46 pm IST)