Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 59 ટકા મતદાન:ગત વખત કરતા ઓછું વોટિંગ

સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું :અમરેલીમાં સૌથી ઓછું 52.73 ટકા મતદાન થયું: જાણો ક્યાં કેટલું થયું મતદાન?

અમદાવાદ : ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન થયું. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું તો સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછું 52.73 ટકા મતદાન થયું. રાજકોટની આઠ બેઠકો પર સરેરાશ 55.93 ટકા મતદાન થયું. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું

પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન આ મજુજબ થયું હતું
19 જિલ્લામાં સરેરાશ 60.47% મતદાન
અમરેલી જિલ્લામાં 57.06% મતદાન
ભરૂચ જિલ્લામાં  63.08% મતદાન
ભાવનગર જિલ્લામાં 57.81% મતદાન
બોટાદ જિલ્લામાં 57.15% મતદાન
ડાંગ જિલ્લામાં 64.84% મતદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 59.11% મતદાન
ગીર સોમનાથ જિલ્લામાં 61.97% મતદાન
જામનગર જિલ્લામાં 56.09% મતદાન
જુનાગઢ જિલ્લામાં 56.95% મતદાન
કચ્છ જિલ્લામાં 55.54% મતદાન
મોરબી જિલ્લામાં 67.65% મતદાન
નર્મદા જિલ્લામાં 73.02% મતદાન
નવસારી જિલ્લામાં 66.62% મતદાન
પોરબંદર જિલ્લામાં 53.84% મતદાન
રાજકોટ જિલ્લામાં 59.47% મતદાન
સુરત જિલ્લામાં 60.17% મતદાન
સુરેન્દ્રનગર જિલ્લામાં 60.71% મતદાન
તાપી જિલ્લામાં 72.32% મતદાન
વલસાડ જિલ્લામાં 65.29% મતદાન

(11:36 pm IST)