Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ-શૉમાં આવી ઍમ્બ્યુલન્સ : સુરક્ષાકર્મીઓએ તુરત રસ્તો ખુલ્લો કરી આપ્યો : જુઓ વિડિઓ

વડાપ્રધાન મોદીનો અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો

અમદાવાદ :વડાપ્રધાન મોદીનો અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો હતો જે દરમિયાન દરમિયાન રસ્તામાં એક એમ્બ્યુલન્સ આવી હતી. એમ્બ્યુલન્સને  જવા માટે માર્ગ ખુલ્લો કરી અને ત્યાંથી પસાર કરવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ પીએમ મોદી હિમાચલના હમીરપુરમાં રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે પણ રસ્તામાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને જ્યાં પીએમેએ પ્રોટોકોલ તોડીને તેમના કાફલાને રોક્યા અને એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા આપી હતી.

પીએમ મોદીની આ સંવેદનશીલતા થોડાક દિવસો પહેલા ગુજરાતમાં પણ જોવા મળી હતી. જ્યારે પીએમને અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તે એમ્બ્યુલન્સ દેખાઈ ત્યારે તેમણે તરત જ તેમનો કાફલો રોક્યો હતો. જે PM  મોદીની સંવેદનશીલતા અંગે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી અને જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો હતો.

(12:05 am IST)