Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

૧૪૮ નાંદોદ વિધાનસભાનું મતદાન પૂર્ણ થતા શરેરાશ ૭૨.૬૦% મતદાન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચુંટણીમાં ૧૧૯૫૨૬ પુરુષ મતદારો તથા ૧૧૫૬૫૧ સ્ત્રી મતદારો તથા ૦૨ અન્ય મતદાતાઓ મળી મતદાતાઓની કુલ સંખ્યા ૨૩૫૧૭૯ હતી.

જેમાં સવારે ૯:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧૬૮૧૧ મતદાન થઈ ૭.૧૫% મતદાન થયું હતું.સવારે ખૂબ ધીમી ગતિ એ મતદાન થયું હતું.

  ત્યારબાદ મતદાનમાં વેગ જોવા મળ્યો હતો સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીમાં કુલ ૬૧૫૧૭ મતદાન થઈ ૨૬.૧૬% મતદાન થયું હતું.
  જ્યારે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ૪૫.૨૮% સાથે કુલ ૧૦૬૨૨૫ મતદાન થયું હતું.

  ત્યારબાદ બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં ૬૧.૫૯% સાથે ૧૪૪૮૪૪ લોકોએ મતદાન કર્યું હતું.

  સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં ૭૨.૬૦% સાથે ૧૭૦૭૨૯ મતદાતાઓએ મતદાન કર્યું હતું.

આ ૧૭૦૭૨૯ મતો ૧૪૮ નાંદોદ વિધાનસભાની બેઠકનું ભાવી નક્કી કરશે.   નાદોદ વિધાનસભાના સુંદરપુરા ગામે સાંજે ૭:૨૦ સુધી મતદાન ચાલ્યું

ગઈ વિધાનસભા કરતા ચૂંટણી પંચે ઓછો સમય ફાળવતા તથા મતદાતાઓ વધારે હોવાથી મતદાન આટલું મોડે સુધી ચાલ્યું : ચૂંટણી અધિકારી એસ.જી. ગોકલાણી
૧૪૮ ના રોજ વિધાનસભાના સુંદરપુરા ગામે સાંજે ૭:૨૦ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.
   આ બાબતે ચૂંટણી અધિકારી એસ.જી.ગોકલાણી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મતદાતા મોડા આવે તો પાંચ વાગ્યા સુધી જેટલા મતદાતાઓ હોય તેટલા લોકોને કુપન આપવી પડે અને એ લોકોનું વોટિંગ પૂરું થાય ત્યાં સુધી ચલાવવું પડે, ગઈ વિધાનસભાની ચૂંટણી ના સમયમાં અને આ વર્ષની વિધાનસભાની ચૂંટણીના સમયમાં બે કલાકનો ફર્ક છે. ૭:૦૦ વાગે મતદાન ચાલુ થતું હતું તેની જગ્યા પર ૮:૦૦ વાગે મતદાન ચાલુ થયું અને જે સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન ચાલતું હતું તેની જગ્યાએ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદાન ચાલ્યું આ વખતે, અને સુંદરપુરા ગામમાં મતદાતાઓ વધારે હોવાથી તેઓને કુપન આપી મતદાન કરાવ્યું જેથી સાંજે મોડા સુધી મતદાન ચાલ્યું હતું. તેમ તેઓએ જણાવ્યું હતું તથા ઇવીએમ મશીનમાં કોઈ પણ ખામીની વાત તેઓએ વખોડી કાઢી હતી

(12:20 am IST)