Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રામકૃષ્ણ મઠ,અમદાવાદ  તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિશુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ  રેલ્વે કંપની લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી માટેનાં ભંડોળમાંથી અપાયેલ આ મેડીકલ વેનનો પ્રારંભે  લેખંબા પ્રાથમિક શાળાનાં પ્રાંગણમાં દિપપ્રાગટય આ મઠના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ કર્યું હતું.

  આ પ્રસંગે  સરપંચ  અભિસિંહ, ડો. મહેશભાઇ ચૌહાણ, ડો.કમલેશભાઇ શાહ, ડો.સમ્રાટસિંહ પરમાર,  ડો.અજયભાઇ બારડ,  ડો.ઋતુરાજસિંહ વાઘા,  ડો.રાજદિપસિંહ લિંબોલા, સ્થાનિકે જાણીતા ડો.મનુભાઇ, ઈશ્વરભાઇ પંજવાણી,  તુલસીભાઇ પટેલ,  મહેન્દ્રભાઇ વૈષ્ણવ, મહેશભાઇ પટેલ અગ્રણીઓ,શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જરૂરતમંદ લોકોને ૫૦ જેટલા ધાબળાનું વિતરણ પણ મઠ તરફથી કરવામાં આવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(12:42 am IST)