Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

તિલકાવડાનાં ગામોમાં પાકા સ્મશાન બનાવી આપવા ધારાસભ્ય ડો.દર્શનાબેને ગ્રામજનોને આશ્વાશન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં ઘણા ગામોમાં નદી કિનારે પાકા સ્મશાનનો અભાવ હોય સ્થાનિક લોકો ખુલ્લામાં મૃતદેહને અગ્નિદાહ આપતા હોય છે.ચોમાસામાં તો ઘણીવાર મુશ્કેલી વધી જાય છે. ક્યાં અગ્નિદાહ આપવો એવી જગ્યા મળતી નથી ત્યારે નમૅદા જીલ્લાના સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરતા એવા તડવી મુકેશભાઈ શનાભાઇ જેમની આગેવાનીમાં સાવલી,સૂરજીપૂરા, લીબડીયા, ધામાસીયા, અગર, કાદલેજના તેમજ આજુબાજુના ગામના લોકો આ સ્મશાન અંગેની લેખીત રજૂઆત નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને કરી આગામી જિલ્લાના સંકલનમાં કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બજેટ માં જે ગામોમાં સ્મશાન નથી તેવા ગામો માટે બજેટમાં સમાવેશ કરી આગામી વર્ષમાં બનાવી આપવા માંગ કરવામાં આવી છે.

આ બાબતે સ્થાનિક આગેવાન મુકેશભાઈ તડવી એ જણાવ્યું હતું કે અમારા વિસ્તારોમાં સ્મશાન પાકું બાંધકામ વાળા નથી ઘણા ગામોમાં નથી જે ખુબ અગત્યનું અને જરૂરિયાત વાળી માંગ હોય જ્યા તમામ સમાજના લોકો પોતાના સ્નેહી સ્વજનનો મૃતાત્માને અગ્નિદાહ આપી શકે , આદિવાસી  સમાજ ના તમામ ગામજનો ને ચોમાસા દરમિયાન મરણ પામેલ વ્યક્તિ ને અગ્નિ દાહ આપવા માં વરસાદ મા પડતી તકલીફોને લય તેમની પાકું ચણતર વાડુ સ્મશાન બનાવી આપવા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને રજૂઆત કરતા તેમણે તરત હા પાડી આગીમી સમયમાં બનાવી આપવાનું અમને આશ્વાશન આપ્યું છે જેથી અમે તમામ ગ્રામજનો ખુબ ખુશ છે

(10:34 pm IST)