Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

નર્મદા જિલ્લામાં જીઓ કંપનીના ટાવરમાંથી એક બાદ એક ચોરી : કુલ ચાર ટાવર માંથી ૧૧.૭૯ લાખની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી એક પછી એક લાખો રૂપિયાની બેટરીઓની ચોરી થતા આ બાબતે અલગ અલગ પોલીસ મથકે ફરિયાદ થતાં ગુના દાખલ થયા છે

 પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લના અલગ અલગ ગામોમાં આવેલા જીઓ ટાવર માંથી જાન્યુઆરી મહિના માં અંતિમ દિવસોમાં બેટરીઓની કોઈ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઈ ગયા છે જેમાં બે દિવસ પહેલા કમોદીયા ગામમાં ચોરી બાબતની ફરિયાદ થયા બાદ હાલ માં ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં આવેલા જીઓ કંપનીના ટાવરમાંથી કુલ સાત બેટરી જેની કિંમત રૂપિયા ૪.૨૯.૦૦૦ ની ચોરી થઈ છે જ્યારે ઝરવાણી ગામનાં જીઓ ટાવરમાંથી કુલ છ બેટરી કિંમત રૂ.૨,૪૦.૦૦૦ અને બોરિદ્રા ગામે આવેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી કુલ સાત બેટરી કિંમત રૂ.૨.૧૦.૦૦૦ મળી કુલ રૂપિયા ૮.૭૯.૦૦૦ની બેટરી ની કોઈ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી કમોદીયા ગામના જીઓ કંપનીનાં મોબાઈલ ટાવર માંથી કુલ ૩.૦૦.૦૦૦ ની કિંમતની પાચ બેટરીની ચોરી થઈ હોય આમ તાજેતર માજ નર્મદા જિલ્લામાંથી કુલ રૂપિયા ૧૧.૭૯.૦૦૦ ની બેટરીઓ ચોરી થતાં પોલીસ આ બાબતે જીણવટભરી તપાસ કરી રહી છે.

(10:35 pm IST)