Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અંકલેશ્વર GIDCમાં આવેલી નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના યુનિટ 3 માં કુલિંગ ટાવરમાં લાગી આગ

નિર્માણાધિન યુનિટ 3 માં સાંજે કુલિંગ ટાવરમાંથી ધુમાડાની લપટો દેખાઈ

અંકલેશ્વર GIDC માં આવેલી નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની નવી બની રહેલી નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના યુનિટ 3 માં કુલિંગ ટાવરમાં લાગેલી આગ ઉપર ગણતરીના સમયમાં જ કાબુમાં મેળવી લેવાયો હતો.

ગોલ્ડન કોરિડોર કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર ઔધોગિક વસાહતની પીગમેન્ટ, ડાયઝ, ઇન્ટરમીડિયેટ અને કેમિકલ કંપનીમાં સાંજે અચાનક આગનો બનાવ બન્યો હતો

નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અંકલેશ્વર GIDC માં આવેલી છે. જ્યાં કંપનીના યુનિટ 3 નું બાંધકામ ચાલી રહ્યું છે. નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના નિર્માણાધિન યુનિટ 3 માં સાંજે કુલિંગ ટાવરમાંથી ધુમાડાની લપટો દેખાઈ હતી. કાળા ધુમાડા સાથે આગની લપટો અચાનક દેખા દેતા દોડધામ મચી ગઇ હતી.

 

હજી નવું યુનિટ બની રહ્યું હોય કારીગરો સિવાય કોઈ કામદારો નહિ હોવાથી કોઈ નુકશાની કે જાનહાની થઈ નથી. કુલિંગ ટાવરની અંદર લાગેલી આગની જાણ DPMC ના ફાયર ફાઈટરોને કરાતા 3 ફાયર ટેન્ડર સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ગણતરીના સમયમાં જ એક ફાયર ટેન્ડરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેલવી લીધો હતો.

 

કુલિંગ ટાવરમાં ક્યાં કારણોસર આગ લાગી તેની વિગતો બહાર આવી ન હતી. જોકે ટાવરમાં લાકડાને લઈ આગની લપટોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી કાબુમાં મેળવી લેતા સૌકોઈએ રાહતનો દમ લીધો હતો.

(10:56 pm IST)