Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

યુવકે યુવતીનો ફોટો મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો બનાવ : યુવતીને ગત ઓકટોબરમાં ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે રીકવેસ્ટ તેણે સ્વીકારી હતી

અમદાવાદ,તા. : ટેકનોલોજીના વિકાસની સાથે સાથે હવે લોકો પણ હાઇટેક બની રહ્યા છે. લોકો વધુમાં વધુ સોશ્યલ મીડિયાના ઉપયોગ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. કોઈ એક તરફી પ્રેમમાં તો કોઈ સમાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવે છે. આવો એક બનાવ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ઓકટોબર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ તેને સ્વીકારી હતી.

જે બાદમાં આઇડીધારક વારંવાર મેસેજ કરીને યુવતીને વાત કરવા માટે જણાવતો હતો. યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો હતી. જોકે, આમ કરતા આરોપીએ યુવતીને તેના ફોટો મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. અને બીભત્સ, ગંદી ભાષામાં યુવતીને મેસેજ કરવા લાગ્યો હતો. જોકે આમ છતાં યુવતીએ તેની સાથે વાતચીત ના કરતા અંતે આરોપીએ યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટો લઇને મોર્ફ કરીને પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોર્ન સાઇટ પરથી ફોટો લઇને તેને મોર્ફ કરીને યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મોકલવા લાગ્યો હતો. જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં ફરિયાદ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ રૂ કરી છે.

(9:36 pm IST)