Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અશાંત વિસ્તાર મિલકતની ખરીદ- વેચાણની જોગવાઇઓમાં સુધારો કરતું વિધાયક:અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશે: મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર :ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું વિધેયક  મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું.

  મંત્રીએ જોગવાઈઓ અંતર્ગત જણાવ્યું હતું કે આ (સુધારા )અધિનિયમ ૨૦૧૯ તારીખ ૧૫-૧૦-૨૦ થી અમલમાં આવેલ છે.આ સુધારા અધિનિયમ ની કલમ ૧૬-બી ગુજરાત કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મિલકતની તબદીલી અંગે, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વિસ્તારમાં આવી મિલકતના બિલ્ડીંગ પરમિશન અંગે  અશાંતધારાની જોગવાઈમાં ભંગ થતો નથી તેઓ સેલ્ફ ડેકલેરેશન કરવાની જોગવાઈ થઈ છે.
 સદરહુ કલમ ૧૬- (બી )અને  ૧૬- (ડી )ની કલમમાં પ્રૂફરીડિંગ ની શરતચૂકથી  in the specified area છપાયેલ છે ત્યાં  in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં  the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisretion act ૧૯૦૮ હોવો જોઈએ .આ પ્રૂફરીડિંગથી અન્ય શબ્દો પ્રિન્ટ થયેલ છે તે સુધારવા માટે સન ૨૦૨૧ નું ગુજરાત વિધેયક ક્રમાંક -૯ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજુ કરેલ છે.
 આથી સુધારેલ શબ્દોથી પ્રસ્તુત કાયદાને અનુરૂપ શબ્દોના પ્રયોગથી વિધેયક  બાબતને કોઈ વિસંગતતા રહેશે નહીં .
  ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું સુધારા વિધેયક બહુમતીથી ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

(9:48 pm IST)