Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પોઇચા બ્રિજ નીચે જુગાર રમતા ચાર જુગારીયોને રોકડ રૂ.૧૭,૧૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડતી LCB નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજેશ પરમાર,ઇચા. પોલીસ અધિક્ષક,નર્મદાએ જીલ્લામાં ચાલતી પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની સુચના આપતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપર વિઝન હેઠળ વોચ તેમજ બાતમી મેળવવાની સુચના અનુસંધાને અ.હે.કો.અશોકભાઇ ભગુભાઇ બ.નં. ૭૪૫ તથા અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગ બ.નં. ૭૦ ને સંયુક્ત બાતમી મળેલ કે પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં કેટલાંક ઇસમોનહાર જીતનો જુગાર રમી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી. બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા ચાર ઇસમો નામે ( ૧ ) કિરીટ ઉર્ફે કાલુ ગોવિંદભાઇ બારીયા ( ૨ ) રાજેશ ભાઇ પરશોતમભાઇ બારીયા બંન્ને રહે.જેસલપોર તા. નાંદોદ ( ૩ ) સુરેન્દ્રસિંહ કનકસિંહ પરમાર રહે.રજપુત ફળીયા,રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા( ૪ ) ગજેન્દ્ર ભાઇ ધનજીભાઇ વસાવા રહે . રસેલા તા.નાંદોદ ને ઝડપી પાડી તેમની પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ .૧૩,૩૬૦ તથા મોબાઇલ નંગ -૪ કિ.રૂ. ૩,૫૦૦નો મુદામાલ મળી કુલ્લે કિ.રૂ.૧૭,૧૬૦ -ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમના વિરૂધ્ધમાં રાજપીપળા પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:17 pm IST)