Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સલમાન ખાને આઇસર ટેમ્પો ચલાવી હાઈવે ઉપર અકસ્માત કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ  સુરત થી વાપી જતા રોડ ઉપર સલમાન ખાને પોતાના આઈસર ટેમ્પો પુરઝડપે હંકારી લાવી આગળ ચાલતાં વાહન સાથે અકસ્માત કર્યો હતો જેમાં બંનેને ઈજા થતાં સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જે અંગેની ફરિયાદ નોંધાઇ છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈના ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં રહેતા વસીમ અકરમ અબ્દુલ સલામખાન ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ 27 3 21ના રોજ વસીમ અક્રમ પોતાનૂ  ટેન્કર નંબર એમ.એચ ૧૧.સીજી ૫૪૭૭ લઈને પુનાથી  ઇથેનોલ ભરી  વલસાડના હાઇવે થઇને બે દિવસની અંદર જામનગર પહોંચી ગયો હતો ત્યાં ચા નાસ્તો  કરીને જામનગર થી મુંબઈ જવા માટે નીકળ્યો હતો રાત્રે 10 વાગ્યે  કડોદરા હાઇવે ઉપર સુરત કડોદરા માં રહેતો સલમાનખાન ,જલીલ અહેમદખાન તેઓ પણ પોતાના આઇસર ટેમ્પો નંબર ડીડી ૦૧ સી ૯૬૨૨ લઈને  સલમાનખાન. અને વસીમ અકરમ બંને સાથે  એકબીજાને હાઈવે ઉપર ઓવરટેક કરીને કરીને મુંબઈ તરફ જઈ રહ્યા હતા ચીખલી પાસે આવીને રાત્રે 11 વાગ્યે  વસીમ અક્રમ સલમાન ખાન અને ક્લીનર મોઈન અલી સાથે હોટલમાં  બેસીને જમ્યા હતા અને જમીને થોડો આરામ કરી ને ફરી મુંબઈ જવા માટે નીકળ્યા હતા અને વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રીજ  સુરત થી વાપી જતા રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે સલમાન ખાને પોતાના આઈસર ટેમ્પો પુરઝડપે હંકારી લાવી આગળ ચાલતા વાહન સાથે અકસ્માત કર્યો હતો  જેમા વાહન ચાલક ભાગી છુટયો હતો.જ્યારે સલમાન ખાન આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો અને મોઇન અલી નીચે પટકાયો હતો જ્યારે સલમાન ખાન કેબિનમાં ફસાઈ ગયેલો હોય એમને કેનની  મદદથી બહાર કાઢ્યો હતો જ્યારે સલમાન ખાન અને મોઈન અલીને બંનેને ઈજા થતાં  108 મારફતે બંનેને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે અંગેની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ છે

(11:32 am IST)