Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ત્રણ કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કત કેસના અમરેલીના આરોપીની જામીન અરજી ફગાવાઈ

જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્રસિંહ કુશવાહ( અમરેલી) ની રેગ્યુલર જમીન અરજી ગોધરા સેસન્સ કોર્ટે રિજેક્ટ કરી

અમદાવાદ : ત્રણ કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કત કેસના આરોપી રામેન્દ્રસિંહ કુશવાહ જમીન સંરક્ષણ અધિકારી વર્ગ-2 ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ અમરેલીના રેગ્યુલર જામીન અરજી ગોધરા સેસન્સ કોર્ટે રિજેક્ટ કરી છે

આરોપીએ 1-4-2011થી 31-3-2018 સુધીના ચેક પિરિયડ દરમિયાન કાયદેસરની આવક 5,92,27,582ના પ્રમાણમાં મેળવેલાવલ કરતા 3,71,23,280ની મિલ્કતો પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી,ધનવાન થવા માટે ગેરકાયદેસર રીતરસમો અપનાવી ભ્રષ્ટ્રચાર આચરી નાણાં મેળવી તે નાણાંની સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ ખર્ચ કરેલ જે પોતાની અવાક કરતા 62,68 ટકા વધારે છે જે મુજબ તેઓ વિરુદ્ધ પંચમહાલ એસીબી પો,સ્ટે, ગોધરામાં ગુન્હો દાખલ કરાયો હતો

  આરોપીએ જમીન અરજી દાખલ કરેલ જેમાં તપાસ કરનાર અધિકારી આર,એન,પટેલ,પોલીસ,ઇન્સ,મહીસાગર એસીબી પોલીસ,સ્ટે,નાઓએ સોગાદનામામુ ફાઈલ કરતા તેમજ આરોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા, સાંયોગિક પુરાવા, ફોરેન્સિક પુરાવા, ટેક્નિકલ પુરાવાઓને ધ્યાને લઈને તથા સરકારી વકીલ આર,એમ, ગોહિલની ધારદાર દલીલો ધ્યાને લઈને આરોપીની રેગ્યુલર જમીન અરજી નામદાર સેસન્સ કોર્ટ ગોધરાએ ફગાવી દીધી છે

(1:29 pm IST)