Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળ ને સરકાર દ્વારા કાયમી સહાય- સબસીડી મળે તે હેતુથી કાલે 48 ગામ કડવા પાટીદાર સમાજ ની વાડી, કોબાસર્કલ ગાંધીનગર ખાતે ગૌસેવા સંઘ- ગુજરાત દ્વારા ગૌઅધિકાર મંથન સભા"નું આયોજન

રાજકોટ, તા.૨ ગૌસેવા સંઘ- ગુજરાત દ્વારા આયોજિત  ગૌઅધિકાર મંથન સભા"નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળ ને સરકાર દ્વારા કાયમી સહાય- સબસીડી મળે તે હેતુથી કાલે તા. 3/4/2021 શનિવારના રોજ સવારે 11 વાગ્યાથી ગૌ અધિકાર મંથન સભાનું આયોજન   48 ગામ કડવા પાટીદાર સમાજ ની વાડી, કોબાસર્કલ ગાંધીનગર ખાતે કરાયું છે.

આ  સભામાં ગૌધામ મહાતીર્થ પથમેડા થી પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજ તથાપ.પુ.મહંત શ્રી કનીરામદાસ બાપુ  દુધરેજ ,

પ.પુ.મહંતશ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદ, પ.પુ.દુર્ગાદાસજી મહારાજ સાયલા,

પ.પુ. લલિત દાસજી મહારાજ લીમડી,

પ.પુ.કાલીદાસજી મહારાજ દેકાવાડા,

પ.પુ.ત્રિકમ દાસજી મહારાજ અંજાર,

પ.પુ.કનકેશ્વરી દેવી કથાકારશ્રી મોરબી,

પ.પુ.વાલદાસ બાપુ અમરેલી તથા ગુજરાતના વિશેષ સંતો મહાપુરુષો તથા વિશેષ ગૌભક્તોનુ આગમન થશે.

    ગુજરાતના દરેક જિલ્લામાંથી ગૌશાળાઓ અને પાંજરાપોળના જવાબદાર કાર્યકર્તા ગૌ ભક્તો ને સમયસર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

     ગૌવ્રતી ભોજન પ્રસાદની  વ્યવસ્થા બપોરે 11 થી 12 વાગ્યા દરમિયાન કરવામાં આવી છે.

          વધુ વિગત માટે

Mo 9925045934

       9428138485

       9824066255

       9427044445

       9724325325

       9427390807

       9825842076

       9925309855

       9426737808

       9925233800

       9909060891 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(3:33 pm IST)