Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોના મહામારી વચ્‍ચે ગાંધીનગર કોર્પોરેશન અને મોરવાહડફની પેટા ચૂંટણીમાં ડિઝીટલ-ફિઝીકલ પ્રચાર કરાશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરાત

ગાંધીનગર: ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ કોરોના વેક્સીન અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપા દ્વારા ગુજરાતના જિલ્લા અને મહાનગરોમાં ચાલી રહેલ રસીકરણ સંદર્ભે પત્રકારોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે કોરોનાને લીધે દેશ અને દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના લીધે ગુજરાત હજુ સેફ છે. કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરોએ ફૂડ પેકેજથી માંડીને મજુરોને વતન જવા માટે સહયોગ પુરો પાડ્યો હતો.

હવે ભાજપ દ્વારા 4500 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, કોરોના વેક્સીન લેવા આવનાર કોઇ તકલીફ ન પડે તે માટે મંડપ બાંધીને છાંયડાની વ્યવસ્થ્યા તથા ચા-નાસ્તાની વ્યવસ્થા તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે. જરૂર લાગે તે વેક્સીન લેનાર વ્યક્તિને લાવવા લઇ જવાની વ્યવસ્થા પર કરવામાં આવી છે.

આ 45 દિવસ જનતા માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. 1લાખ 86 હજાર કાર્યકરો કામે લાગ્યા છે. પ્રમુખપેજ અને પેજસમિતિ માત્ર રાજકીય જ નહીં પણ સામાજીક કામમાં પણ લાગી રહ્યા છે. રાજ્યમાં 61 લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યો સંસદસભ્યો આ પ્રકારે કેમ્પનું આયોજન રસીકરણ માટે કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સુરતમાં 36000 ડોઝ આપવામાં આવ્યા હતા.

ગાંધીનગર જુનાગઢ દાહોદ મહીસાગર ભાવનગર કોર્પોરેશન, બનાસકાંઠા સુરત રાજકોટ વડોદરા અરવલ્લી અને મહેસાણા આ જિલ્લામાં રસીકરણનું ખૂબ સારું કામ થયું છે. અમરેલી અને ભાવનગરમાં પણ કાર્યક્રમનું આયોજન છે જેમાં હું પોતે હાજર રહેવાનો છું. ભાજપના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ કામે લાગ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવાહડફની પેટા ચૂંટણીમાં જે પણ પ્રકારે પ્રચાર કરવામાં આવશે, તેમાં સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં દરેક મંત્રીઓને જવાબદારી આપી હોય એવી હાલના તબક્કે કોઇ વાત નથી પણ જરૂર પડશે તો એ પ્રકારે પણ કામગીરી કરવામાં આવશે. મહાનગર પાલીકા ગાંધીનગર અને મોરવાહડફની બેઠક ઉપર ડિજિટલ અને ફિઝિકલી બંને રીતે પ્રચાર કરવામાં આવશે. જો કે સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. સરકાર પુરી સજાગ છે. સરકાર દ્વારા વેન્ટિલેટર થી માંડીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે .

(5:03 pm IST)