Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મુસાફરોની સંખ્‍યામાં ઘટાડો થવાના કારણે પશ્ચિમ રેલ્‍વે દ્વારા સંચાલિત અમદાવાદ-કેવડિયા જન્‍મ શતાબ્‍દી સ્‍પેશ્‍યલ ટ્રેન-તેજશ ટ્રેન રદ્દ કરાઇ

અમદાવાદઃ રાજ્યમાં સતત ઝડપથી વધી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં નવા 2410 કેસ નોંધાયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 12996 કેસ એક્ટિવ છે જે પૈકી 155 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 12841 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત 2,92,584 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 4528 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં ગુરૂવારે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.

કોરાના વાયરસ (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા સંચાલિત ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 02 એપ્રિલ 2021 થી એક મહિના માટે રદ રહેશે.

આ તરફ ટ્રેન નંબર 02484 ગાંધીધામ - જોધપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ગાંધીધામથી રાત્રે 22:00 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે જોધપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02483 જોધપુર - ગાંધીધામ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે જોધપુરથી 21:10 વાગ્યે ચાલીને બીજા દિવસે 06:05 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, મારવાડ ભીનમાલ અને જાલૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. 

ટ્રેન નંબર 04820 સાબરમતી - ભગત કી કોઠી સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 07:45 વાગ્યે ચાલીને તે જ દિવસે 16:20 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 04819 ભગત કી કોઠી - સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન 11:25 વાગ્યે ચાલીને તે જ દિવસે 20:00 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી, ડુંડારા અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.

ટ્રેન નંબર 04804 સાબરમતી - ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 21:50 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04803 ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન ભગત કી કોઠી થી 21:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:30 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.

ટ્રેન નંબર 04804, 04820 અને 02484 નું બુકિંગ 6 એપ્રિલ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. મુસાફરો ટ્રેન સંચાલન, આવર્તન અને ઓપરેટિંગ દિવસો તથા સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

(5:04 pm IST)