Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર વસાહત બનાવી નવ દુકાનો બનાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ : વસ્ત્રાપુરમાં એનએફડી સર્કલ ચાર રસ્તા પર મોકાની સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર વસાહત બનાવી નવ દુકાનો અને 72 મકાનો બનાવી લેવાયા હતા.

હરસિધૃધનગર નામે ગેરકાયદે વસાહત બનાવીને ભાડું વસૂલતા મયાભાઈ સેંધાભાઈ અને સતાભાઈ સેંધાભાઈ ભરવાડ નામના બે ભાઈઓ સામે વસ્ત્રાપુર પોલીસમાં વિધીવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોડકદેવના રેવન્યૂ તલાટીએ ફરિયાદ નોંધાવતાં એ ડીવિઝન એસીપી એમ.એ. પટેલએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મયા અને સતા ભરવાડની ધરપકડ કરી છે.

એનએફડી સર્કલ પર મોકાની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો અને દુકાનો બનાવી લેવા અંગે બે સગા ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોડકદેવ રેવન્યુ તલાટી નિકુલભાઈ મણીભાઈ ચૌધરીએ વસ્ત્રાપુર પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે મયાભાઈ સેંધાભાઈ ભરવાડ અને સતાભાઈ સેંધાભાઈ ભરવાડ સામે ગુનો નોંધાયો છે.

(5:34 pm IST)