Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વડોદરાના વાડી વિસ્તારમાં બીમાર ભાઈની મદદ માટે હોસ્પિટલમાં રોકાઈ મહિલાના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ 11 લાખની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના વાડી  નાલબંધવાડામાં રહેતી મહિલા બીમાર ભાઇની દેખભાળ માટે હોસ્પિટલમાં રોકાઇ હતી. તે દરમિયાન ચોર ટોળકીએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ૧૧ લાખ ઉપરાંતની ચોરી કરી હતી.

વાડી વિસ્તારમાં મરિયમ બેન શેખ  તેમના ભાઈ અલી સાથે  રહે .અને ઘરની સામે તેમની નોનવેજની દુકાન આવેલી છે. જ્યાં કારીગરો રાખીને તેઓ કામ કરાવે છે .ત્રણ દિવસ પૂર્વે તેમના ભાઈ ને એટેકની બીમારીના કારણે  દાંડિયા બજાર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા .જેથી. મરિયમ બેન મકાન બંધ કરીને પોતાના ભાઈની સાથે દવાખાને રોકાયા હતા .તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને ચોર ટોળકી સોનાના સાડા સાત  તોલાના દાગીના તથા દસ લાખ રોકડા લઈ ગઈ હતી .ઉલ્લેખનીય છે કે,ભાઈ બહેને થોડા સમય પૂર્વે એક મકાન વેચ્યું હતું તે મકાન વેચાણના  રૃપિયા  બેંકમાં જમા થયા હતા. આ રૃપિયા બેંકમાંથી ઉપાડીને તેમણે  ઘરે મૂકી રાખ્યા હતા .જે રૃપિયા લઈને ચોરટોળકી ફરાર થઈ ગઈ હતી. વાડી પોલીસે આ બનાવ અંગે સીસીટીવી ફૂટેજ અને બાતમી દારના આધારે તપાસ હાથ ધરી છે.ચોરીના ગુનામાં કોઇ જાણભેદૂ જ સામેલ હોવાની શંકા રાખીને તે દિશામાં પણ પોલીસે તપાસ શરૃ કરી છે.

(5:35 pm IST)