Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વડોદરામાં અઢી વર્ષીય બાળકીને ખાવાની લાલચ આપી 48 વર્ષીય આધેડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી

વડોદરા: શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા ગઈકાલે સાંજે તેને બે બાળકીઓ સાથે ઘરે હાજર હતી. તેમની ૧૨ વર્ષની મોટી પુત્રી કમ્પાઉન્ડમાં બેસીને અભ્યાસ કરતી હતી.જ્યારે  અઢીવર્ષની નાની પુત્રી મગદાળ ખાતી હતી. તે દરમિયાન ૪૮ વર્ષનો આરોપી દિનેશ સોલંકી તેમના ઘરે આવ્યો હતો અને મહિલાને કહ્યું હતું કે ,મારે તમારે નાની છોકરી ને ચીકી ખવડાવી છે .ત્યારબાદ મહિલા રસોડામાં રસોઈ બનાવવા ગઈ હતી .થોડી વાર પછી અઢી વર્ષની બાળકી રડતી રડતી ઘરે આવી હતી . તેની માતાએ રડવાનું કારણ પૂછતા બાળકીએ રડતા રડતા કહ્યુ હતું કે, દિનેશ અંકલે ખરાબ કામ કર્યું છે.તેથી, મહિલાએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરતાં વાડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી .અને આરોપી દિનેશ સોલંકી ને ઝડપી લઇ માટે મોકલી આપ્યો છે. દિનેશ સોલંકી ને પુખ્ત વયના બે છોકરા છે અને તેની પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું

(5:36 pm IST)