Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સુરતના મોરા ગામમાં ગરમીના કારણોસર છત પર સુવા ગયેલ પરપ્રાંતીય પરિવારની 10 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરનાહજીરાના ઔદ્યોગિક એકમમાં કામ કરતો બિહારી પરિવાર મોરા ગામ વિસ્તારમાં રહે છે. હાલમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા હોવાથી રાત્રે પણ અસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. જેથી બિહારી પરિવારના બે ભાઇ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રહેણાંક છત પર સુવા જતા હતા. દરમિયાનમાં ગત રાત્રે ધોરણ 5માં અભ્યાસ કરતો મનિષ (ઉ.વ. 10 નામ બદલ્યું છે) તેના 13 વર્ષીય મોટા ભાઇ સાથે છત પર સુતેલો હતો. ત્યારે બિપીન રમેશરજક મૈઠા (ઉ.વ. 20 રહે. મોરા ગામ, તા. ચૌર્યાસી) નામનો બિહારી યુવાને નિંદ્રાધીન મનિષને પેન્ટ ઉતારી એક વખત નહીં પરંતુ ત્રણ વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. જેને પગલે ગુપ્તાંગમાં પીડા થતા મનિષ રડતા-રડતા રાત્રે 1 વાગ્યાના અરસામાં તેના પિતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે મે નિંદમે થા તબ મેરી પેન્ટ નિકાલ કે બિપીન અંકલને....! જેથી પિતા ચોંકી ગયા હતા અને તુરંત જ બિપીનના ઘરે ઘસી ગયા હતા. તે દરમિયાન બિપીન પોતાનો સામાન લઇ કયાંક જવાની તૈયારી કરી રહ્યો હતો તેને પુછ્યું હતું કે તુને મેરે બેટે કે સાથ ગંદા કામ કિયા હૈ ? પરંતુ બિપીને મેને કુછ કિયા નહી એમ કહી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 

પરંતુ મનિષના પિતાએ બિપીનને પકડી લીધો હતો અને ઇચ્છાપોર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરતા બિપીનની ધરપકડ કરી મેડીકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે. 

(5:36 pm IST)