Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગાંધીનગર શહેર નજીક શાહપુર બ્રિજ પાસેથી અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર નજીક ગીફટ સીટી તરફ જવાના રોડ ઉપર આવેલા બ્રીજ નીચે અજાણી મહિલાનો મૃતદેહ પડયો હોવાની કોઈએ ડભોડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં આ મૃતદેહ ત્રણ ચાર દિવસ જુનો હોવાનું માલુમ પડયું હતું. મહિલાને શરીર ઉપર કપડાં પણ નહોતા. ૩૦થી ૩૫ વર્ષના અરસાના આ મહિલાના મૃતદેહને જાનવરોએ કરડી ખાધાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે આસપાસમાં તપાસ કરવા છતાં મહિલાની ઓળખ થાય તેવા કોઈ પુરાવા મળી આવ્યા નહોતા. આ ઘટના અંગે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેથી તેણે પણ સ્થળ ઉપરથી જરૃરી નમુના લીધા હતા અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. મહિલાની ઓળખ માટે ડભોડા પોલીસે તપાસ આરંભી છે. પીએસઆઈ એલ.એચ.મસાણીએ કહયું હતું કે અમદાવાદ સિવિલમાં પેનલ તબીબો હાલ પોસ્ટમોર્ટમ કરી રહયા છે. મહિલાની ઓળખ થશે તો તેના મોત અંગે વધુ વિગતો મળી રહેશે. હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તમામ થિયરી ઉપર તપાસ કરવામાં આવી રહી છે. 

(5:38 pm IST)