Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ડૉ.દિપીકા સચિન સરડવાની નિમણુક કરાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેમા મહિલા મોરચાનો સિંહ ફાળો હશે : ડૉ.દિપીકા સરડવા: નાની ઉંમરમાં મોટી જવાબદારી મેળવનાર ડૉ.દિપીકા સરડવાએ લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે એક સાથે પાંચ પુસ્તકો લખ્યા હતા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા શુક્રવારે માહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના ડૉ.દિપીકા સચીન સરડવાની નિમણુક કરવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં પી.એચ.ડી કરનાર ડૉ.દિપીકા સરડવાને નાની ઉંમરમાં ભાજપ દ્વારા મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે તેમના પરીવારજનો, મિત્રો, શુભેચ્છકો, સમર્થકો, ભાજપના કાર્યકરો દ્વારા સોશિયલ મિડીયા તથા રૂબરૂ મળીને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેમા મહિલા મોરચાનો સિંહ ફાળો હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
  ડૉ.દિપીકા સરડવાએ સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે,  ભારતીય જનતા પાર્ટી મહીલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણુક કરવામાં આવે છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું. ગુજરાતના ઇતીહાસમાં સૌથી નાની ઉમરે મને મોટી જવાબદારી મળી છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાજપ સરકારીની વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ બહેનો સુધી પહોચાડવામાં આવશે. મહિલાને ભાજપ સાથે જોડાવામાં આવશે અને સી આર પાટીલજીના નેતૃત્વમાં ભાજપને વધુ મજબુત કરવામાં આવશે. આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૧૮૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બનવાના જ છે તેમા મહિલા મોરચાના પણ સિંહ ફાળો હશે. મને નાની ઉંમરમાં પણ આટલી મોટી જવાબદારી આપવા બદલ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયમુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો આભાર માનુ છુ. પોતાના વ્યક્તિગત જીવન વિશે કહ્યુ કે, નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે. સતત વાંચનના કારણે હું લખતી થઇ અને પુસ્તક લખવાની શરૂઆત કરી તો એક સાથે પાંચ પુસ્તકો લખાઇ ગયા. નાનપણથી જ રમત, અભ્યાસની સાથે યોગ,  કરાટે,  નૃત્ય,  નાટક  શીખવા લાગી અને સાથે સાથે કવિતા, નિબંધ પણ લખ્યા. આ માટે પુરસ્કારો, મેડલ મળતા વધુ પ્રોત્સાહન મળ્યુ. સમાન્ય લોકોને અઘરૂ લાગે એવુ કામ કરવાનું મને પસંદ છે. સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમના કારણે જ હું પી.એચ.ડી. ની પદવી મેળવી શકી છું. મારા લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે મે એક સાથે પાંચ પુસ્તકો લખ્યા અને તેનું મારા માતા-પિતા, મહાનુભાવોના હસ્તે લગ્ન સમારંભમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.

(6:42 pm IST)