Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા યોજનાર ધો. ૧૦-૧૨ ની મે માસમાં પરીક્ષા કાર્યક્રમની તારીખો માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

વોટસએપ તથા અન્ય સોશ્યિલ મીડિયા માં અજાણ્યા ઈસમોએ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરેલ છે તે બનાવટી હોવાનું ગાંધીનગર શિક્ષણ બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવ્યું

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધો. ૧૦ - ૧૨ ની મે માસ માં પરીક્ષા કાર્યક્રમની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તેમ શિક્ષણ બોર્ડની સત્તાવાર અખબારી યાદી માં જણાવ્યું  છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવવાનું કે તા. ૦૧/૦૪/૨૦૨૧ ના રોજ બોર્ડના સંયુક્ત નિયામકના હોદ્દા અને સહીથી

ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ની પરીક્ષાની તારીખો અંગે વોટ્સએપ અને અન્ય સોશિયલ મિડિયામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પરીક્ષાની તારીખ અંગે તારીખોમાં ફેરફાર કરીને બનાવટી અખબારી યાદી વાઈરલ કરેલ છે જેથી રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંસ્થા સાથે સંકડાયેલ સૌ કર્મચારી આલમને ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. બોર્ડ દ્વારા મે - ૨૦૨૧માં યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાઓના કાર્યક્રમની તારીખોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલ નથી. એટલે કે ધોરણ - ૧૦ અને ધોરણ - ૧ર બોર્ડની જાહેર પરીક્ષા તેના અગાઉ જાહેર કરેલ નિયત કાર્યક્રમ મુજબ તા.૧૦/૦૫/ર૦ર૧ થી તા.ર૫/૦૫/ર૦૨૧ દરમિયાન લેવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

(7:43 pm IST)