Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજપીપળા : મામલતદાર કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરની લાંચ કેસમાં તા. ૩ સુધી રિમાન્ડ મંજુર

રાજપીપળા : સાગબારા મામલતદાર કચેરીમા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર, આરોપી સુમિત યશવંતભાઇ વસાવા લાંચ કેસમાં રીમાન્ડ યાદી સાથે નામદાર સેશન્સ કોર્ટ રાજપીપળા એ મંજુર કર્યા છે.

ફરીયાદીશ્રીની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની વડી કચેરીના ટોલ ફ્રી નંબર-૧૦૬૪-ની ફરીયાદ આધારે તા.૨૬.૦૩.૨૦૨૧ના રોજ પોલીસ ઈન્સપેકટર, નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપળાના સમક્ષ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, ફરીયાદીના કુટુંબની જમીનના ભાગ પડેલ. જેમાં ફરીયાદીને યોગ્ય ભાગ નહીં મળતા નામદાર કોર્ટમાં અરજી કરવા માટે ફરીયાદીના પિતા હયાત ન હોય, ફરીયાદીના નામે પાવર ઓફ અર્ટની બનાવવા માટેના કાગળો તૈયાર કરેલ અને મામલતદારશ્રીની સહી કરવા સારૂ મોકલતા મામલતદાર કચેરીના સુમિત યશવંતભાઇ વસાવા, કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર નાઓએ મામલતદારશ્રીની સહી મેળવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૨૫૦૦/- ની માંગણી કરેલ જે રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસ ઈન્સપેકટર, નર્મદા એ.સી.બી રાજપીપળાનાઓએ લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી સુમિત યશવંતભાઇ વસાવા, કરાર આધારીત કોમ્યુટર ઓપરેટર ફરીયાદી પાસેથી રૂ.૨૫૦૦/- લાંચ સ્વીકારી ઝડપાઇ ગયેલ જેઓની વિરૂધ્ધ નર્મદા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૨/૨૦૨૧, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ નો સુધારો- ૨૦૧૮ ની કલમ-૭(એ) મુજબનો દાખલ થયેલ.

ઉકત ગુનાના કામે આરોપી સુમિત યશવંતભાઇ વસાવાને તા.૦૧.૦૪.૨૦૨૧ના કલાક: ૧૨:૪૫ વાગે અટક કરી મુદત અંદર રીમાન્ડ યાદી સાથે નામદાર સેશન્સ કોર્ટ, રાજપીપળામાં રજુ કરતાં આરોપીના નામદાર સેશન્સ કોર્ટનાઓએ તા.૦૩.૦૪.૨૦૨૧ ના રોજ કલાક: ૧૩:૦૦ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરલ છે.

કોઈ સરકારી અધિકારી /કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નં. ૦૭૯ ૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર. ૦૭૯ ૨૨૮૬૯૨૨૮ ઈ મેલ એડ્રેસ: astdir-acb-f2-@gujarat.gov.inવોટસેઅપ નં.૯૦૯૯૯ ૧૧૯૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને એક યાદી માં આહવાન કરવામાં આવે છે.

(8:17 pm IST)