Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વલસાડમાં ખનીજ માફિયાઓ ઉપર ખાણ ખનીજ ના ચાર હાથ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડની ખાણ ખનીજ કચેરી માં પડ્યો પાથર્યો રહેતો અને નંદાવલા ગામનો ભૂમાફિયા એવા મિતેશ પટેલ વલસાડના અટકપારડી વાંકી નદી કિનારે આવેલી એક ખેડૂતની જમીન માંથી હજારો મેટ્રિક ટન માટી નો એક પણ રૂપિયો ભર્યા વગર બિન્દાસ માટી ખનન કરી હોવા છતાં વલસાડ ખાણ ખનીજ ના કર્મચારીઓ આવા ખનીજ માફિયાઓ ને છાવરી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વલસાડ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની સાંઠગાંઠથી વલસાડ તાલુકા નવેરા અટકપારડી વગેરે  કેટલાક ગામોમાંથી  છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂમાફિયા બિન્દાસ ધોળા દિવસે માટી ખનન પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. આ  ભૂમાફિયા એ અગાઉ સરકારમાં એક પણ રૂપિયો રોયલ્ટી ભર્યા વગર વલસાડ તાલુકાના નવેરા ગામે એક ખેડૂતના ખેતરમાંથી હજારો ટન માટી ખોદકામ કરી લઈ ગયો હતો. જોકે આ ઘટના મીડિયામાં પ્રસિદ્ધ થતા ખાણ ખનીજ વિભાગ ના કર્મચારીઓને  કલેક્ટરે ઠપકો આપતા ખાણ ખનીજ વિભાગે ૪૦ લાખથી વધુના દંડ ના  બદલે આ ભૂમાફિયા સામે માત્ર 2 લાખનો દંડ ફટકારી વાહવાહી મેળવી લીધી હતી. ક્યારે આવું માફિયા વલસાડ ની ખાણ ખનીજ કચેરી માં પડ્યો પાથર્યો રહેતો અને વલસાડ નજીકના નંદાવલા   મિતેશ પટેલ નામનો ભૂમાફિયા વલસાડ નજીકના અટક પારડી ગામે હાઇવે ઉપર આવેલી વાંકી નદી કિનારે એક ખેડૂતની ૫૦ વિઘા થી વધુની જમીનમાંથી બિન્દાસ માટી ખોદી લઈ જઈને અટકપારડી ઓરબીજ ની સામે એક બિલ્ડરના પ્લોટમાં પુરાન કર્યું હતું વલસાડ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ આવા ખનીજ માફિયાઓ અને છાવરી  રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર આવા  ભૂમાફિયા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે   ખાણ ખનીજ ના કર્મચારીઓને આદેશ કરે જેથી કરી સરકારની તિજોરીમાં આવક થઈ શકે છે. આ બાબતે રોયલ્ટી ઇસ્પેક્ટર ને  ફોન કરવામાં આવ્યો હતો વિગત બાબતે  પૂછવા માટે પણ એમને ફોન રિસિવ ના કર્યો હતો અને હાલમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના ચાલુ કરી હોઈ જેમાં કેટલાક વલસાડ તાલુકામાં તળાવો પાણીથી ભરેલા છે પણ ભૂમાફિયાઓ તળાવ ખાલી કરીને માટી ખોદકામ કરશે કારણકે ખાર્ણ ખનિજ અધિકારીઓના  ભૂમાફિયા ઉપર ચાર હાથ હોય છે

(8:35 pm IST)