Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાનો ટ્રેન્ડ સુરતમાં બદલાયો : લોકોને સચેત રહેવા અપીલ

લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની મ્યુ. કમિશ્નર ની અપીલ

સુરત : સુરતમાં કોરોનાનો ટ્રેન્ડ બદલાયો, વધુ ઘાતક અને ફેફસામાં ઝડપથી પ્રસરે છે, લોકોને બિન જરૂરી બહાર ન નિકળવા અપીલઃ પાલિકા કમિશનર કરી અપીલ

વધુમાંપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલ સુરતમાં જે વાઈરસનું સંક્રમણ છે તે પહેલાં કરતાં વધુ ચેપી અને ઘાતક છે. અગાઉના સ્ટ્રેન હતા તેના કરતાં વધુ ચેપી અને વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે અને અલગ અલગ સમયે મલ્ટીફીકેશન થઈ રહ્યો છે. એટલું જ નહી પરંતુ આ વાઈરસ પહેલાં કરતાં ઝડપથી ફેફસામાં પ્રવેશીને ફેફસાને ઈન્કેક્ટ કરે છે અને ન્યુમોનિયાની અસર વધુ ઘેરી જોવા મળી રહી છે. હાલમાં સંક્રમણમાં લક્ષણો બદલાયા છે પોઝિટિવ હોય તેને કફ અને ફિવર ઘણી વાર હોતા નથી તેમ છતાં પોઝિટિવ હોવાનું બહાર આવી રહ્યું છે

(9:05 pm IST)