Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીમાં 8 એપ્રિલથી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષની પરીક્ષાઓ શરૂ : ઓનલાઇન પરીક્ષા લેવા વિદ્યાર્થીઓની માંગણી

ગુજરાત યૂનિવર્સિટી, ગણપત યૂનિવર્સિટી, GTU દ્વારા પરીક્ષાઓને ઓનલાઇન કરાઈ છે તો ઉ,ગુ, યની,ની પરીક્ષા પણ ઓનલાઇન એવા માંગ

પાટણ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે સ્કૂલ-કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીમાં 8 એપ્રિલથી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે આ પરીક્ષાઓને ઓનલાઇન લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓએ કરી છે.

ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીમાં 8 એપ્રિલથી MA, M.Com, M.sc સહિતની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત યૂનિવર્સિટી, ગણપત યૂનિવર્સિટી, GTU દ્વારા પરીક્ષાઓને ઓનલાઇન કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 8 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાને ઓનલાઇન લેવા માંગ કરી છે. જોકે, ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી દ્વારા કોઇ જવાબ આપવામાં ના આવતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. પાટણ-મહેસાણામાં રોજના 50થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જો ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવી તો વિદ્યાર્થીઓમાં કોરોના ફેલાવવાનો ખતરો પણ રહેલો છે.

(10:42 pm IST)