Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નર્મદા જિલ્લામાં રોકેટ ગતિએ વધતો ક્રોરોના :શુક્રવારે ૧૭ કોરોના પોઝિટિવ દર્દી : જિલ્લાનો આંક ૨૨૭૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ફોરેસ્ટ કોલોનીમાં ૦૧,આરબ ટેકરામાં ૦૧, રાજેન્દ્રનગર માં ૦૧, ટેકરા પોલીસ લાઈનમાં ૦૧ તથા નાદોદના ગોપાલપુરા માં ૦૧, વડીયામાં ૦૧, ધોળીવાવ માં ૦૧, જીતનગર નર્સિંગ સ્કૂલ માંં ૦૨ તથા ગરુડેશ્વર માં ૦૧, ઉન્ડવા માં ૦૧, ગોરામાં ૦૧ તથા તિલકવાડાના કમસોલી ટેકરા માં ૦૧, ગમોડ માં ૦૧ તથા ડેડીયાપાડા ના ઘંટોલી માં ૦૧ તથા સાગબારા માં ૦૧, પાંચપીપરી માં ૦૧ કેસ  સાથે જિલ્લામાં કુલ ૧૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૪ દર્દી દાખલ છે, આજે ૨૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૧૪૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૨૮૭ પર પહોચ્યો છે.આજે વધુ ૭૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(12:33 am IST)