Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ચીકાલી ફાટક પાસે એક રાહદારી નું મોત નિપજાવી નાસી ગયેલ વાહન ચાલકને ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ત્રણ માસ પહેલા ચીકાલી ફાટક પાસે હારઈવે રોડ ઉપર રાહદારી નું અકસ્માત કરી મોત નિપજાવી નાસી જનાર વાહન ચાલકને ઝડપી પાડતી  સગબારા પોલીસ  રાજેશ પરમાર ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નર્મદા એ અનડીટેક રહેલ ફેટલ અકસ્માતની ગુનાઓની તપાસ કરી કામગીરી કરવા સુચનાના આપતા સી.પી.આઈ. ડેડીયાપાડાના માર્ગદર્શન મુજબ સાગબારા પો.સ્ટેના પો.સ.ઈ.કે.એલ.ગળચર તથા સાગબારા પોલીસ માણસો એ સાગબારા પોલીસ સ્ટેશન માં ગત તા .૦૫ / ૦૧ / ૨૦૨૧ નારોજ અકસ્માત નો મોત નો ગુનો ચીકાલી ફાટક પાસે બનેલ હોય જે અનડીટેક ગુનાના કામે CCTV કેમેરાની ફુટેજો મેળવી તપાસ કરતા જેમાં TATA ACT કંપનીની ગાડી દ્વારા આ અકસ્માત થયેલાનું જણાઈ આવતા ARTO નર્મદા પાસેથી રજીસ્ટ્રેશન થયેલ TATA ACT કંપનીના વાહનોની યાદી મંગાવી ઉપરોકત સ્ટાફ દ્વારા આવા વાહન માલીકોના ઘરે જઈ તપાસ કરતા આ ગાડી નંબર GJ 22 U 1824 એ કરેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવતા સિકંદર અબદુલકરીમ મેમણ રહે.લાલ ટાવર સીંધી વાડ આરઝુ સોસાયટી મકાન નંબર -૪૯ રાજપીપળા ને પકડી અટક કરી આ અનડીટેક ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

(12:39 am IST)