Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કોંગ્રેસના નેતા અને આંકલાવના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને લખ્યો પત્ર

-રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓનું કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલ મોંઘવારી ભથ્થું જાહેર કરવા માંગ કરતા અમિત ચાવડા

ગાંધીનગર:કોંગ્રેસના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં અમિત ચાવડાએ રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓનું કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલ મોંઘવારી ભથ્થું જાહેર કરવા રજૂઆત કરી છે.

 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં તેઓએે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓનુ કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલા મોંઘવારી ભથ્થુ જાહેર કરવા રજૂઆત કરી છે. તેમજ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા વખતો વખત વધારો કરવામા આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો લાભ ન અપાતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

 

અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રિત થઈ શકતી નથી અને રાજ્ય સરકાર દિવસે- દિવસે વધી રહેલ તેલના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ, ઘર વપરાશની જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પણ નિયંત્રણ નથી. કેન્દ્ર સરકારે જુલાઈ 2022થી 4%નો મોંધવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ છે તેને મહિનાઓ જેટલો સમય થયો હોવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવેલ નથી.

(9:45 pm IST)