Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

માવઠાનો ફરી પડશે માર:મંગળ-બુધ કમોસમી વરસાદની શકયતા

4 એપ્રિલે કચ્છમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના: જ્યારે 5 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અને કચ્છમાં થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે કમોસમી વરસાદ વરસી શકે છે:જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે

ગાંધીનગર:ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વધુ એક વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસની કાળઝાળ ગરમી બાદ 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.

રાજ્યમા કમોસમી વરસાદની કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની શરુઆતથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. માર્ચ મહિનાની વાત કરવામા આવે તો માર્ચ મહિનામાં આ વખતે 5 વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે એપ્રિલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે એપ્રિલમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 3 દિવસની ગરમી બાદ 4 અને 5 એપ્રિલે ફરી કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા રહેલી છે. ત્યારે હવામાવ વિભાગની આગાહીન પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદની ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક ભાગમાં એપ્રિલના પહેલા જ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા રહેલી છે.

 

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતુ કે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી જશે. ત્યાર બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ માવઠું 4 અને 5 એપ્રિલે થઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ખાસ કરીને 4 એપ્રિલે કચ્છમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે 5 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અને કચ્છમાં થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

   
(9:51 pm IST)