Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કોંગ્રેસ આ મહિને રાજ્યભરમાં ભાજપ સરકાર વિરુદ્ધ 300 થી વધુ સંમેલનો યોજશે:રાહુલને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ

રાજ્ય સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે અને તાલુકા કેન્દ્રોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સમાજના વિવિધ વર્ગોને અસર કરતી સમસ્યાઓના નિવારણ માટે ગોઠવાતો તખ્તો કોંગ્રેસ 6 થી 12 એપ્રિલ અને 15 થી 25 એપ્રિલ સુધી બે તબક્કામાં 251 તાલુકા, 33 જિલ્લા અને આઠ મેટ્રો શહેરોમાં સંમેલન યોજવાની યોજના બનાવી રહી છે:જગદીશ ઠાકોર

ગાંધીનગર:કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ આ મહિને રાજ્યભરમાં ભાજપ સરકાર વિરુદ્ધ 300 થી વધુ સંમેલનો આયોજિત કરશે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને આ સંમેલનોમાં તેનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટી 6 થી 12 એપ્રિલ અને 15 થી 25 એપ્રિલ સુધી બે તબક્કામાં 251 તાલુકા, 33 જિલ્લા અને આઠ મેટ્રો શહેરોમાં સંમેલન યોજવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને 20 એપ્રિલથી 25 એપ્રિલની વચ્ચે યોજાનાર આ સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

રાહુલ છેલ્લે 23 માર્ચે કોર્ટમાં હાજર થવા સુરત આવ્યા હતા, જ્યાં તેમને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારબાદ લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને મંજૂરી ન આપવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. તેમણે કહ્યું કે જો વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવે તો સરકારને સામૂહિક એકત્રીકરણનો ડર છે, જે સમાજના વિવિધ વર્ગોને અસર કરતા મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ જશે.

લોકશાહીમાં, સરકારે વિરોધને મંજૂરી આપવી ફરજિયાત છે. કોંગ્રેસે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં પરવાનગી માટે અરજી કરવાનું નક્કી કર્યું છે, અને પરવાનગી આપવામાં આવે કે ન આવે, કાર્યક્રમ ચાલુ રાખીશું તેવું જગદીશ ઠાકોરે કહ્યું હતું. રાજ્ય સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે અને 251 તાલુકા કેન્દ્રોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સમાજના વિવિધ વર્ગોને અસર કરતી સમસ્યાઓના નિવારણ માટે 6 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

 શાસક પક્ષ પર પ્રહાર કરતાં ઠાકોરે કહ્યું કે ભાજપ એવા અસામાજિક તત્વોનો ઉપયોગ કરે છે જેમને કાયદો અને વ્યવસ્થાની પરવા નથી. તેમણે કહ્યું કે પોલીસ બંધારણીય કાર્યક્રમો માટે પરવાનગી આપતી નથી કારણ કે સરકાર તેની સામે મોટા પાયે એકત્રીકરણથી ડરે છે.

   
(10:01 pm IST)