Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોને સરકાર આપશે રૂ.254નું ટ્રાવેલ્સ એલાઉન્સ

કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઉમેદવારોએ બેંકની માહિતી આપવી પડશે:પરીક્ષામાં હાજર ઉમેદવારોના બેંક ખાતામાં જમા થશે રકમ

ગાંધીનગર:રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને  ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે.

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા આજે બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ છે જે તા. 9 એપ્રિલના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.

 

(10:28 am IST)