Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ગૃહિણીઓ આનંદો

શાકભાજી બજારમાં લીલોતરી:ભાવ 15 થી 25 ટકા ઘટ્યા

માવઠાથી શાકભાજીનાં ભાવ આસમાને પહોચ્યા હતા:ફરી શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો નોંધાયો

અમદાવાદ:રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ સમયે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા હતા. ત્યારે હાલ સ્થિતિ થાળે પડતા શાકભાજીની આવકમાં ધરખમ વધારો થયો છે. આવકમાં નોંધપાત્ર વધારો થતા શાકભાજીના ભાવ 15 થી 25% જેટલો ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાલી રહેલા રમજાન માસ અને ચૈત્રી  ઉપવાસ અને હવનોના કારણે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. માંગમાં ઘટાડો થતા હાલમાં બજારમાં આવક વધી રહી છે. જેને લઈને શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 
 
હજુ પણ આગામી દિવસોમાં ભાવ ઘટાડો થવાની શક્યતા છે. 10 દિવસ પહેલા જે શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે.  તેના ભાવ હાલમાં 70 થી 80 રૂપિયા સુધી પહોચી ચૂક્યો છે. હાલમાં ગુજરાતમાં આવતી શાકભાજીની આવક વધી રહી છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી લીલી શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે.
 
 

 

(10:34 pm IST)