Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખામર ગામની દુકાન પાછળ જુગાર રમતા 07 શખ્શોને રૂ.1.46 લાખના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર્ ગામના ટેકરા ઉપર આવેલી દુકાનની પાછળ ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ છાપો મારી મુદ્દામાલ સાથે સાતને ઝડપી લીધા હતા
મળતી મહતી અનુસાર નર્મદા જિલ્લા એલસીબી પી આઇ.અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જી.વસાવાની સૂચના મુજબ હે.કો.મુનીરભાઈ,હે.કો. વિજયભાઈ અને હે.કો.અશોકભાઈ એ બાતમીના આધારે ખામાર ગામના ટેકરા પર ચાલતી દુકાન પાછળ જુગાર રમતા સાત શખ્શોમાં સંજય શૈલેષ વસાવા,રહે. ઢોલાર,હંસરાજ મહેશ વસાવા(રહે. ખામર) રૂપેશ કાંતિ વસાવા( રહે.ખામર) વિજય રતિલાલ વસાવા, ખૂટા આંબા, સંદીપ સકરા વસાવા (રહે.ખૂટા આંબા), ગોપિરાજ વંદન વસાવા,નવાગામ,સતીશ નટવર વસાવા (રહે. દઢવાડા )નાઓ ને કોર્ડન કરી ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.

   
(11:02 pm IST)