Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પ્રવીણસિંહા ચીનને પછાડી વિશ્વ લેવલે ઈન્‍ટરપોલમાં ભારતનું પ્રતિનિધત્‍વ કરી રહયા છે

સીબીઆઈમા જેની નિવૃતિ વિશેષ ૬ માસ સેવા લેવાનાર છે તેવા આ આઈપીએસ અધિકારી સૌરાષ્‍ટ્ર ગુજરાતના ગૌરવરૂપ અધિકારી છે : સ્‍વચ્‍છ છબી ધરાવતા આ અધિકારીની ઈમાનદારી અને સાદગી તથા સુરક્ષા સાથે લોક સેવાની ભાગ્‍યે જ વાંચી હોય કે હોય તેવી અદ્દભૂત અને એસકલુસિવ સ્‍ટોરી

રાજકોટ, તા.૨: સીબીઆઇમા દેશના સેકન્‍ડ નંબરના સહુથી મહત્‍વના પદ પર સેવા આપતા મૂળ ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ પ્રવીણ સિંહાને તેમની યશસ્‍વી સેવાઓ ધ્‍યાને રાખી ગળહ મંત્રાલયની ભલામણ ધ્‍યાને રાખી કેબિનેટની નિમણુક કમિટી દ્વારા તા. ૩૦/૪/૨૦૨૨ની નિવળત્તિ બાદ વિશેષ ૬ માસ વિશેષ સેવાઓ લેવાનું નક્કી કરવામાં આવેલ છે, ત્‍યારે મૂળ બિહારના પટનાના એસ વતની સૌરાષ્‍ટ્રને પોતાનું વતન ગણી રહ્યા છે અને સૌરાષ્‍ટ્ર સાથે તેમનો અનેરો નાતો છે.                                                 

ગુજરાતમાં મુખ્‍ય મંત્રી તરીકે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી પદે અમિતભાઈ શાહ હતા ત્‍યારે સુપરવાઈઝરી અધિકારી પદે જેમની સ્‍વચ્‍છ છબી હોય અને પોલીસ તંત્ર પર જેની ધાક હોય તેમની પસંદગી કરવામાં આવતી, આને કારણે તાબાના અધિકારીઓ બેફામ બનતા હાજર વખત વિચાર કરતા, આ રણનીતિ મુજબ પ્રવીણ સિંહાને એ સમયે દક્ષિણ સૌરાષ્‍ટ્ર અર્થાત્‌ જૂનાગઢ રેન્‍જ વડા બનાવેલ, કોઈ રાજકારણી તેમને ખોટી બાબતે ભલામણ કરવાની હિંમત ન કરતા, દીવ તેમની હકુમતમા ન હોવા છતાં પગલાંઓ લેવડાવેલ.

સામાન્‍ય માનવી માટે જાણીતી ત્રિમૂર્તિ હોસ્‍પિટલવાળા ડો.દેવરાજભાઈ ચોખલિયાની મદદથી ગામડે ગામડે શ્રેષ્‍ઠ ડોકટરોના મેડિકલ કેમ્‍પ કરાવી દવાઓ પણ પૂરી પાડેલ. ઊતર સૌરાષ્‍ટ્ર અર્થાત્‌ રાજકોટ રેન્‍જમાં તેમને ત્‍યારબાદ મુકેલ અહી પણ ગેર કાનૂની પ્રવળત્તિઓ પર બ્રેક લાગેલ. આ આઈપીએસની ખૂબી એ હતી કે તેઓ પ્રમાણિક લોકોને ખૂબ માન આપી તેમના સાચા કાર્યમાં હંમેશ મદદરૂપ બનતા હતા ,ટુંકમાં તેવો સૌરાષ્‍ટ્રના લોકો સાથે દૂધમાં સાંકળ માફક ભળી ગયેલ.અકિલા પરિવાર સાથે તેમનો આત્‍મીય નાતો આજે પણ અકબંધ છે.  બીજી વખત સીબીઆઇ મા પસંદગી પામેલ આ અધિકારી વિશ્વ લેવલના ઇન્‍ટર પોલમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરે છે, ચિનને પછાડી તેવો ઇન્‍ટર પોલમાં ચૂંટાયા છે. ટુંકમાં પ્રવીણ સિંહા ભલે મૂળ બિહારના હોય પણ તેવો સૌરાષ્‍ટ્ર અને ગુજરાતનું ગૌરવ છે.

(4:00 pm IST)