Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ડિજિટલ ઇન્‍ડિયા અભિયાન ગુજરાતની જેલો સુધી પહોંચી ગયું

વડા પ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરતા ગુજરાતના મુખ્‍ય જેલ વડા ડો.કે. એલ.એન.રાવ : ડિજિટલ સ્‍માર્ટ કાર્ડ થી ખરીદી સાથે કોલિંગ સિસ્‍ટમનો ઉપયોગ, સુવિધા સાથે સુરક્ષાનો અનેરો સંગમ રચાયો

 રાજકોટ, તા.૨ :  ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત વિવિધ જેલોમાં જેલ જીવન બાદ કેદીઓ સમાજના મુખ્‍ય પ્રવાહમાં આસાનીથી ભળી શકે અને પરિવારના પાલન પોષણ માટે રોજગારી મળી રહે તે માટે કેન્‍દ્ર અને રાજ્‍યની વિવિધ યોજનાઓનો લાભ કેદીઓને મળવા સાથે જેલમાં તેમને વિવિધ પોતાની રસ રુચિ મુજબ વિવિધ ઉદ્યોગ ધંધા માટે તાલીમ મળે તે માટે વડા પ્રધાનના સ્‍વપ્ન મુજબ આત્‍મ નિર્ભર બનાવવા ચાલતા અભિયાન સાથે કેદીઓ ડિજિટલ યુગનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે જાણીતા શિક્ષણ વિદ ડો.ઇન્‍દુબેન રાવના વિચારો મુજબ સ્‍માર્ટ બનાવવાના પ્રોજેક્‍ટ વિગેરે સાંકળી રાજ્‍યના જેલ વડા ડો.કે. એલ.એન.રાવ દ્વારા પોતાની સૂઝ બુઝ થી વધુ એક અનુકરણીય કદમ વડા પ્રધાનના સ્‍વપ્ન મુજબ મૂકયું છે.

 આવા અનોખા  પ્રસંગ માટે ગુજરાત રાજ્‍ય સ્‍થાપના દિવસ પસંદ કરવામાં આવેલ. કેદીઓ પોતાના પરિવાર તથા વકીલ સાથે ડિજિટલ સાધનો દ્વારા વાતચીત કરી શકે તે માટે  પ્રીઝન કોલીંગ સિસ્‍ટમ સેવા શરૂ કરવામાં આવી છે, કેદીઓ જેલ સ્‍ટાફની ઉપસ્‍થિતિમાં વાત કરી શકશે અને તેનો આખો રેકોર્ડ પણ જળવાઈ રહશે આમ સુવિધા સાથે સુરક્ષાનો સંગમ કરવામાં આવ્‍યો છે.

કેદીઓ જેલમાંથી જીવન જરૂરિયાતની વસ્‍તુઓ ખરીદી શકે તે હેતુથી કેન્‍ટીન મેનેજમેન્‍ટ સિસ્‍ટમ પ્રસ્‍થાપિત કરવામાં આવી છે, જેમાં કેદોઓનો આધુનિક સ્‍માટ કાડ આપવામાં આવ્‍યા છે. જે સ્‍માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્‍તુઓ ખરીદી શકશે. પ્રાથમિક ધોરણે આ પ્રોજેક્‍ટ અમદાવાદની સાબરમતી સેન્‍ટ્રલ જેલમાં શરૂ કરાયો છે, ઈન્‍ડુસ કંપનીનાં સહયોગથી આ પ્રોજેક્‍ટ અમલી કરવામાં આવ્‍યો છે. અત્‍યાર સુધી કેદીઓ જે કામ કરે તેનાં બદલે મળતા વળતર માટે કૂપન આપવામાં આવતી હતી, જેનાથી કેદી પોતાની જરૂરિયાતની વસ્‍તુઓ ખરીદી શકતા હતા તેવામાં સ્‍માટ કાડ આપવામાં આવતા કૂપનોનો દૂરઉપયોગ પણ બંધ થશે.

(5:10 pm IST)