Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સૂર્યાસ્‍ત-સૂર્યોદયના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

દિવસ દરમ્‍યાન ત્રણ વખત કપડા અને શણગાર બદલવાની પરંપરા

અંબાજીઃ અંબાજી યાત્રાધામ ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્‍તના સમયમાં ફેરફાર થતા દિવસ દરમ્‍યાન ત્રણ વખત કપડા અને શણગાર બદલતા દર્શનાર્થીઓ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે તેમ મંદિરના મહારાજે જણાવ્‍યું છે.

યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આવતીકાલથી ત્રણ સમયે આરતી થશે. તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. બપોરની આરતી વધારાની કરવામાં આવશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવાનું કહેવામાં આવ્યુ છે.

ત્રણવાર આરતી કરાશે

યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો. યાત્રિકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ, અંબાજી મંદિરમાં સમયચક્રમ પ્રમાણે સવાર-સાંજ બે સમય આરતી થતી હતી, હવે આવતીકાલ તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોય છે. જેથી આરતી પણ ત્રણ સમય કરવામાં આવશે.

    સવારે આરતી 7.00 થી 7.30 કલાકે

    સવારે દર્શન 7.30 થી 10.45 કલાકે

    બપોરે આરતી 12.30 થી 1.00 કલાકે

    બપોરે દર્શન 1.00 થી 4.30 કલાકે

    સાંજે આરતી 7.00 થી 7.30 સુધી

    સાંજે દર્શન 7.30 થી રાત્રિના 9.00 સુધી ખુલ્લા રહેશે

એપ્રિલ માસ સુધી અંબાજી મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ. તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રોઢ અવસ્થાના દર્શન કરી શકશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યુ.

(5:35 pm IST)