Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

SGVP ગુરુકુલની USA શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ, સમૂહ મહાઆરતી



અમેરિકા તા. ૨ SGVP ગુરુકુલ યુ. એસ. એ. શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહમાં બિરાજીત ભગવાન શ્રીસ્વામિનારાયણ તથા સર્વે દેવોનો 3 જો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો.
    આ પ્રસંગે પૂજ્ય શાસ્ત્રી શ્રીદર્શપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી શ્રીનિરંજનદાસજી સ્વામી દ્વારા બધા જ દેવોનો મહાભિષેક પંચામૃત, વિવિધ ઔષધિજળ, કેસરજળ તથા ફળોના રસથી કરવામાં આવ્યો હતો. તદુપરાંત બધા જ દેવોને 108 કિલોની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
    આ પ્રસંગે આટલાન્ટાથી આવેલા આર.એસ.એસ. ના ભાઈઓએ "હિન્દુ જાગૃતિ" એગ્ઝીબિશન કાર્યક્ર્મ પ્રસ્તુત કર્યો હતો.
    આ ઉત્સવમાં ખાસ કરીને સવાનાહ તથા આસપાસના અન્ય શહેરોમાંથી 400 થી ઉપરાંત ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો.
    SGVP ગુરુકુલના અધ્યક્ષ પ. પૂ. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીએ બધા ભક્તજનોને ઓનલાઈન આશીર્વાદ પાઠવીને વિદેશમાં રહી આટલા સુંદર ઉત્સવ ઉજવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમ જ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોનું ખાસ જતન કરવું અને નવી પેઢીના ઘડતર માટે ખાસ બધા જાગૃતિ રાખે એવો સંદેશ આપ્યો હતો.
    આ જ દિવસે બધા જ ભક્તજનોએ ભેળા મળીને 108 હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડનો પાઠ તથા મારુતિ યજ્ઞ પણ કર્યો હતો. યજ્ઞ તથા પાટોત્સવની સુંદર વિધિ SGVP ગુરુકુલના વિદ્વાન ઋષિકુમાર એવા શ્રીઅજયભાઈ પંડ્યા તથા શ્રીરવિભાઈ પંડ્યાએ કરાવી હતી.
    આ સંપૂર્ણ ઉત્સવના યજમાન તરીકે મનીષભાઈ પટેલ, તનિષ્ક દક્ષેશભાઈ પટેલ તથા સમીરભાઈ પટેલે લાભ લીધો હતો.

(5:42 pm IST)