Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

તા.૨૮ એપ્રિલથી ૫ જુન દરમ્યાન ગુજરાતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ SGVP ગુરુકુલમાં રમાઇ રહેલ જીપીએલ-11 પ્રથમ વિજેતાને 2,51,000/- રનર્સ અપને 1,25,000/-


અમદાવાદ તા.૨ SGVP ગુરુકુલ અને સૂર્યા સ્પોર્ટ એકેડેમી દ્વારા ગુરુકુલના ગ્રીનરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.૨૮ એપ્રિલથી ૫ જુન દરમ્યાન રમાનારી ગુજરાતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનીંગ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ વિજેતાને 2,51,000/-  બે લાખ અને એકાવન હજારનું માતબર ઇનામ અને રનર્સ અપ વિજેતાને 1,25,000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
 મેન ઓફ ધ સીરીજને રુ, 25,000/-, બેસ્ટ બેટ્સમેનને રુ.15,000/-. બેસ્ટ બોલરને રુ.15,000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તદ ઉપરાંત 100 રન કરનાર અને હેટ ટ્રિક લેનારને પણ વિશિષ્ટ પુરસ્કાર આપવામા આવશે. વધુ વિગત માટે મો.નં.9909929049 અને 9925200955 નો સંપર્ક કરો, ભાગ લેવા રજીસ્ટ્રેશન ઓપન sports.sgvp.org   
                                                                                                       

(6:01 pm IST)