Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

માણસામાં પેટ્રોલિંગ દરમ્યાન ખુલ્લી ખેતરમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી પાંચ ઈસમોને હારજીતનો જુગાર રમતા ઝડપી પાડયા

માણસા : માણસા પીઆઇ તથા સ્ટાફ ગઈકાલે રાત્રે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે માણસા થી ગલથરા જતા રોડ પર આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે જે આધારે પોલીસે આ જગ્યા પર રેડ કરી અહીં જુગાર રમી રહેલા પાંચ ઈસમોને રોકડ રકમ અને બોલેરો ગાડી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાંચે જુગારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનના પી.આઇ.પરમાર એએસઆઇ મુકેશસિંહ, કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ગઈકાલે રાત્રે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પીઆઇ પરમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે માણસા થી ગલથરા જતા રોડ પર રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ ના ખેતરમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે નીચે બેસી કેટલાક ઇસમો પોતાના અંગત આથક લાભ સારુ પાના પત્તાનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે આ જગ્યાએ પહોંચી ખેતરમાં અંદર પ્રવેશ કરી દૂરથી જોતાં કેટલાક ઇસમો નીચે બેસી ટોળું વળી પાના પત્તા નો જુગાર રમતા હતા જે તમામને કોર્ડન કરી ઝડપી તેમના નામ પૂછી અંગજડતી કરી હતી જેમાં ભીખાજી સોમાજી ઠાકોર રહે ગુલાબપુરા,તાલુકો માણસા, પ્રવીણભાઈ કાળીદાસ પટેલ, રહે. ચારણ વાસ માણસા, પરબતજી આતાજી ઠાકોર, રહે.વાવ દરવાજા બહાર,માણસા, મુકેશભાઈ નારાયણદાસ પટેલ, રહે. રાણીયપુરા,માણસા અને રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ રહે, પાંજરાપોળ ચોક, હનુમાનપુરા,માણસા હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમના પાસેથી ૧૬૭૩૦ રૃપિયા ની રોકડ,દાવ  ઉપર મુકેલા ૨૧૮૦ રૃપિયા, ૭૦૦૦ રૃપિયાની કિંમતના ૩ મોબાઈલ અને ત્રણ લાખ રૃપિયાની કિંમતની બોલેરો ગાડી મળી કુલ ૩૨૫૯૧૦ રૃપિયાની રોકડ તેમજ મુદ્દામાલ કબજે લઇ તમામ પાંચે જુગારી વિરૃદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:15 pm IST)