Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નડિયાદ હાઈવેના નાકા પાસેથી પોલીસે બે મહિલા સહીત એક બાઈક ચાલકને દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડયા

નડિયાદ : નડિયાદ એક્સપ્રેસ હાઇવેના નાકા પાસેથી શહેર પોલીસે બે મહિલા તથા એક બાઈક ચાલકને દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી ૨૪૦ લિટર દેશી દારૂ, એક બાઈક તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના નાકા પાસેથી જ્યોતિબેન રમેશભાઇ તળપદા, શારદાબેન ઉર્ફે કારી રાજુભાઈ તળપદા તથા રોહિત પરેશ તળપદાને ઝડપી પાડયા હતા. પોલીસે રોહિતની બાઈક પર મુકેલા પ્લાસ્ટિકના કોથળામાંથી રૂ. ૪,૮૦૦ની કિંમતનો ૨૪૦ લિટર દેશી દારૂ, પાંચ હજારનો એક મોબાઇલ અને રોકડા રૂ. ૨૦૦ તથા બાઇક મળી કુલ રૂ. ૨૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રોહિતની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો અમદાવાદના તારાચંદ નામના શખ્સને આપવાનો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:18 pm IST)