Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુરતના વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાને ઝડપી પોલીસે એક યુવાન સહીત બેની ધરપકડ કરી

સુરત: વેસુના રિચ મોન્ડ પ્લાઝાના બીજા માળે કોરલ પ્રાઇમ સ્પાની આડમાં થાઇલેન્ડથી યુવતીઓ બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર આણંદના યુવાનની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના એચટીયુ (એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટ) ને ટીમે વેસુના સ્વસ્તિક માઇલ સ્ટોનની પાછળ રિચ મોન્ડ પ્લાઝાના બીજા માળે કોરલ પ્રાઇમ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડયું હતું. જયાંથી સ્પા મેનેજર ગીતા ઉર્ફે સુઝેન ટીકારામ ચેત્તરી, આસીસ્ટન્ટ ઉમેશ જગન્નાથ આરીહરાવ ઉપરાંત એક ગ્રાહક અને થાઇલેન્ડની સાત યુવતી સહિત 13 ને ઝડપી પાડી રૂ. 96 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર દીપકુમાર ઉર્ફે નિમીત અને થાઇલેન્ડની યુવતી સપ્લાય કરનાર થાઇ મહિલા લમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ પ્રકરણમાં ઉમરા પોલીસે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર દિપકુમાર ઉર્ફે નિમિત રવજી પટેલ (ઉ.વ. 47 રહે. 273, ચક્રવતી ફળીયું, જુની સ્કૂલ પાસે, કરમસદ, જિ. આણંદ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં મસાજ પેટે રૂ. 1 હજાર અને શરીર સુખ માટે રૂ. 2 હજાર ગ્રાહક પાસેથી વસુલવામાં આવતા હતા. 

(6:21 pm IST)