Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વડોદરા:20 લાખની ચુકવણી કર્યા બાદ દુકાન ભાડે ન આપી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: વર્ષ 2016 દરમિયાન નોટરી સમક્ષ સમજૂતી કરાર મુજબ 20 લાખ રૂપિયા લીધા બાદ પણ દુકાન ભાડે ન આપી છેતરપિંડી આચરવા મામલે વેપારીએ પોલીસ કમિશનર કચેરીએ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી છે.

શહેરની અપ્સરા હાઉસીંગ સોસાયટી ખાતે રહેતા અને ડ્રાયક્લીન  લોન્ડ્રિનો વ્યવસાય કરતા ઈસ્માઈલહાજી શેખએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી કે, હાફિઝ ઇસ્માઇલ મહંમદ હુસેન તયડીવાલા ( રહે - રહીમ મંઝિલ, ન્યાયમંદિર કોર્ટ સામે, લહેરીપુરા ) એ પાણીગેટ મેઇન રોડ ઉપર આવેલી પોતાની દુકાન અમને ભાડે આપવાનું નક્કી કરી મારા મિત્ર કાદરભાઈ ઈબ્રાહીમ જેઠવા પાસેથી નોટરી સમક્ષ સમજૂતી કરાર મુજબ વર્ષ 2016 દરમિયાન 20 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આજદિન સુધી દુકાન નહીં આપી છેતરપિંડી આચરી છે. નાણાં પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી મળે છે. આરોપીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોય અનેક ગુના નોંધાયા છે. મક્કા મદીના હજ યાત્રાના નામે પણ લોકો સાથે છેતરપિંડી કરી છે. આરોપી ગેરકાયદેસર નિકાહ કરાવવામાં પણ માહેર છે. જો આ બાબતે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ઘણા રહસ્યો ઉજાગર થાય તેમ છે.

(6:24 pm IST)