Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટરની અટકેલી કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં ઉઠેલા પ્રશ્નો દૂર થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં અગાઉ બે વાર ભૂગર્ભ ગટરની કામગીરી અધુરી રહી કામ બંધ થઇ જતાં હાલ ત્રીજી વખત શરૂ થયેલી કામગીરી બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા, અધવચ્ચે કામગીરી બંધ થતાં લોકોમાં ફરી સવાલ ઉઠ્યા હતા ત્યારબાદ અમારા અહેવાલ બાદ હાલ પુનઃ ગટર ની અટકેલી કામગીરી શરૂ થઈ હતી
ભૂગર્ભ ગટરની મોટાભાગની કામગીરી રાજપીપળા શ હેરમાં પૂર્ણ થઈ હતી ત્યારે હોળીના પર્વ માં કામદારો રજા ઉપર ગયા બાદ બે ત્રણ મહિના સુધી પરત ન આવતા લોકોમાં આ કામગીરી બાબતે સવાલ ઉઠ્યા હતા ત્યારબાદ હાલમાં ફરી આ કામગીરી શરૂ થઇ હોય લોકોએ રાહત મેળવી છે.

   
(10:30 pm IST)