Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હરિધામ સોખડા મંદિરના બન્ને જૂથો મધ્યસ્થી માટે તૈયાર:વિવાદનો અંત આવે તેવી શકયતા

મધ્યસ્થીમાંસમસ્યા અને વિવાદનો ઉકેલ આવે નહી તો હાઈકોર્ટ ફરીથી પોતાની રીતે નિર્યણ લેશે એવું કોર્ટની સુનાવણીમાં બહાર આવ્યું

અમદાવાદ : હરિધામ સોખડા મંદિરના મામલે સામસામે આવેલા બન્ને જૂથો વચ્ચે દરમિયાનગીરી કરી વિવાદનો ઉકેલ આવે તેવા સંજોગો ઉભા થયા છે. પ્રબોધસ્વામી જૂથ કેટલીક શરતો વચ્ચે પણ હાઈકોર્ટમાં સોમવારે મધ્યસ્થી માટે તૈયાર થયું હતું. બીજી તરફ પ્રેમ સ્વરૂપ સ્વામીના જુથે પણ મધ્યસ્થી માટે તૈયારી દાખવી છે. આ મધ્યસ્થીમાંસમસ્યા અને વિવાદનો ઉકેલ આવે નહી તો હાઈકોર્ટ ફરીથી પોતાની રીતે નિર્યણ લેશે એવું કોર્ટની સુનાવણીમાં બહાર આવ્યું છે.

આજની સુનાવણીમાં હાઈકોર્ટે મીડીએટર રાખી બન્ને પક્ષોને સાંભળી કોઈ ચોક્કસ દિશામાં મધ્યસ્થીથી ઉકેલ આવે તેવું વલણ અપનાવ્યું હતું. બન્ને જૂથો મધ્યસ્થી માટે તૈયાર થયા હતા પણ પ્રબોધસ્વામી જૂથની દલીલ હતી કે તેઓ માત્ર પ્રેમસ્વરૂપ સ્વામી સાથે જ મંત્રણા કે વાતચીત કરશે તેમના કોઈ પ્રતિનિધિ સાથે નહી. બીજી તરફ પ્રેમસ્વરૂપ સ્વામી જુથે દલીલ કરી હતી કે સ્વામી પોતે વર્તમાન સ્થિતિથી અજાણ હોવાથી અને વાત કરવા અસક્ષમ હોવાથી તેમના વતી રાજકોટ મંદિરના ત્યાગવલ્લ્ભ સ્વામી મધ્યસ્થીમાં નેતૃત્વ કરશે. પ્રબોધસ્વામી જુથે ત્યાગવલ્લ્ભ સ્વામી સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે બન્ને જૂથના સભ્યોને વ્યક્તિગત રીતે મીડીએટર સાંભળશે અને પછી બન્ને જૂથો સાથે એકસાથે ચર્ચા થશે એટલે અત્યારે કોઈ એક ચોક્કસ વ્યક્તિ સામે વિરોધ હોવો જોઈએ નહિ

   હાઈકોર્ટમાં ચાર સભ્યોની એક સમિતિ જેમાંબન્ને પક્ષના વકીલો, જૂથના એક એક સદસ્ય અને અન્ય બે લોકો વ્યક્તિગત સુનાવણી માટે હાજર રહે તેવી સંભવના ઉપર ચર્ચા ચાલી રહી છે.

આ કેસની વિગત અનુસાર,હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયા સામે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડવા માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયાઓ ખોટા ઈરાદાથી વર્તી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, હરિપ્રસાદ સ્વીમીના અવસાન બાદ ગાદીપતિની લડાઈ શરૂ થઈ અને હરિધામ સોખડા મંદિર બે જૂથમાં વહેંચાઈ ગયું છે. 

સોખડા ખાતે હરિધામ સંકુલમાં પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પ્રબોધ સ્વામી સાથે તેમના જૂથના સંતો અને સાધકોએ 21 એપ્રિલે હરિધામ છોડવાની જાહેરાત કરી હતી અને તે પહેલા આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

(12:30 am IST)