Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજ્ય સરકારે શાળા સંચાલકો પાસે સહી-સિક્કાં કરાવી ઉમેદવારોને સીધા નિમણૂંક પત્રો આપ્યા

ઉમેદવારોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની હોય તો ત્રણ સદ્દકાર્યો કરવા મુખ્યમંત્રી રૂપાણીની અપીલ : પસંદગીના સ્થળે પાંચ વૃક્ષોનું વૃક્ષોરાપણ કરશો અને તેને ઉછેરશો

અમદાવાદ :: ગુજરાત સરકારે શાળા સંચાલકો પાસે સહી-સિક્કાં કરાવીને ઉમેદવારોને સીધા નિમણૂંક પત્રો આપ્યા હોવાની કવચિત પ્રથમ ઘટનાએ ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. તેથીય વિશેષ આજે મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટરો તેમજ સરકારી અધિકારીઓના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. તેમાં તેમને જો ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક ઉમેદવારોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની હોય તો ત્રણ સદ્દકાર્યો કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી – 2021માં ઉમેદવારોને શાળા ફાળવણી પત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તમને ભરતી બોર્ડની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઉમેદવારોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે કરી છે તો તમે સ્વૈચ્છાએ તમારી ઇચ્છાનુસાર તમારી પસંદગીના સ્થળે પાંચ વૃક્ષોનું વૃક્ષોરાપણ કરશો અને તેને ઉછેરશો.

વધુમાં જણાવ્યું છે કે, તમારી આસપાસમાં રહેતાં હોય તેવા 35 વર્ષ કે તેથી વધુ વયજૂથના કોઇપણ પાંચ નિરીક્ષરને શોધી કાઢી તેને સાક્ષર બનાવશો ઉપરાંત તમારી નજીકની બ્લડ બેંકનો સંપર્ક કરીને ઓછામાં ઓછા એક વખત રક્તદાન કરશો તેવી અપીલ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે જ રાજયના 2938 શિક્ષકોને સામૂહિક સ્થળે નિમણૂંક પત્રો આપવાના બદલે જુદા જુદા સ્થળે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાંય વળી જિલ્લા કક્ષાએ ડ્રાઇવ થ્રુ મારફતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કોરોનાના કપરાકાળમાં સૌથી વધુ ઓક્સિજનથી માંડીને બ્લડની અછત સર્જાઇ હતી. જેનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં પડેલું જોવા મળ્યું છે. આ ઉપરાંત નિરક્ષર લોકોને સાક્ષર કરવાનો આડકતરો સંકલ્પ લેવડાવીને ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતીના ભાગરૂપે સરકારે સામાજિક દાયિત્વ પણ નિભાવવાનો પ્રયાસ કર્યો હોવાના દર્શન થાય છે.

(10:42 pm IST)